સંગીત એટલે ?

એકલતા માં આપણી જોડે રહી દુખડા રડવા સાથ આપતું મિત્ર…
મિત્રો સાથે જલસા કરતા હોઈએ ત્યારે ખુશી માં વધારો કરતા ગીતો…
લાંબી મુસાફરી માં જતા જતા પેલી 3 સીડી બનાવાનું ખાસ ના ભુલાય એવી તાલાવેલી…
કોઈ ના મૃત્યુ પછી એમને યાદ કરીને અને મન ને શાંતિ આપવા ગવાતા અદભુત ગુજરાતી ભજનો…
ઈશ્વર ને પુકારવા ને એમની સાથે એકતાર થવા માટે ગવાતી “પ્રાર્થના”
પ્રેમિકા ને રડતી હોય તો કપાળ પર નાનું ચુંબન કરી એને મનાવા માટે ગાવું પડતું એનું પસંદનું ગીત…
અદભુત સંગીતની રચના કરવા માટે પ્રેરણા લેવા માટે બીજા સંગીતકાર ની ધુનો માં ખોવાઈ જવાની રીત…
પિયરે જતી દીકરી ની વસમી વિદાય ટાણે રડતા હૃદયે ગવાતું “દીકરી તો પારકી થાપણ કહેવાય”…
આજે પણ ગામડાઓમાં લગ્ન પ્રસંગે સામસામા પક્ષની સ્ત્રીઓનાં હસી-મજાકમાં ફટાણા ગાવાની પરંપરા…
નાનકડા પ્યારા બાળકને ઝુલાવતાં ઝુલાવતાં ગવાતું લાડકું હાલરડું..
વહેલી સવારમાં મોટે ભાગે ‘પ્રભાત’ રાગમાં ગાવાનું વિષ્ણુપદ “પ્રભાતિયું”
એવી ધૂન જેને સાંભળી ને થનગન કરવા માટે મચી પડતા આજકાલ ના “ડાન્સિંગ” યુવાન…
ડાન્સ ક્લબ માં નશીલું વાતાવરણ ઉભું કરવા માટેની એક દવા…
ધર્મ કે જાતિપાત સાથે કોઈ જ લાગુ પડતું ના હોય એવી એક લૌકિક ભાષા…
નાગરિકો ને એમની માતૃભુમી જોડે સાંકળતા “રાષ્ટ્ર ગીત, રાષ્ટ્ર સંગીત”…

સંગીત એટલે પ્રેમ, દુખ, ખુશી, ઝનુન, આતુરતા, સંતોષ, દેશપ્રેમ, મિત્રતા, સાથી , ઈશ્વર, એક કળા..

જીગર બ્રહ્મભટ્ટ
(વિશ્વ સંગીત દિવસ પ્રસંગે રચાયેલું)

“લખી ને તરત જ આપની સમક્ષ મૂકી રહ્યો છું…ભૂલ ચૂક માફ”

5 thoughts on “સંગીત એટલે ?

Leave a comment