દ્રષ્ટિમાં ફેર, વિચારમાં મતભેદ – ૧

એક કવિતા લખવા બેઠો તો પણ થયું કે પ્રાસ બેસાડવાની મુંજવણમાં પડીશ તો જે કહેવું છે એ કહી નહિ શકાય, એના કરતા પ્રથમ વાર લેખ જ લખી જોઉં, એ બહાને મારા લખાણના પ્રકારમાં પણ વધારો થશે.

મને વાતો કરવાનો, મિત્રો બનાવનો, એમને જાણવાનો ઘણો શોખ. મારી ઉંમરના જ નહિ, ઘણા મોટા અને નાના મિત્રો છે મારા અને મને ગમે છે અલગ અલગ વિચારોવાળા વ્યક્તિ ઓ જોડેથી કઈ શીખવાનું કે શિખવાડવાનું. ૨૩ વર્ષ ઘણી નાની ઉંમર છે અમુક લોકોના કેહવા મુજબ પણ ૬ વર્ષ હોસ્ટેલ જીવનમાં ઘરના થી દુર કાઢ્યા પછી અને ભારત-અમેરિકાની ભૂમિ પર સમય વિતાવ્યા પછી આજે કૈક દ્રષ્ટિ ફેર અને વિચાર મતભેદ માટે લખી રહ્યો છું.

*****************

દરેક વ્યક્તિ ની વસ્તુઓ જોવાની અલગ અલગ દ્રષ્ટિ હોય છે અને વિચારો માં પણ ઘણા અલગ. લોકો ને બસ આજકાલ બીજા નું કોઈક વર્તન જોવે અને એના મુજબ યોગ્ય ના હોય તો ના ગમે. પણ ભૈલા દરેક જણ તારી જેમ થોડું વિચારતું હોય ?

એક થોડો યુવાન જેવો ભિખારી આવ્યો અમારી પાસે, મારો મિત્ર થોડો “રહેમ દિલ”, એના મનમાં એમ કે ઈશ્વર એ આપણા ને કૈક સારું જીવન આપ્યું છે કે થોડુંક એને આપતા આપણું શું જવાનું ? એટલે એને પેલા ને ૫ રૂપિયા આપ્યા…પછી પેલો ભિખારી અમારી સામે બેઠેલા બીજા ૨ જણ પાસે ગયો….એ હતા થોડા કડક સ્વભાવ વાળા. પેલા ને કેહ “આમ શું ભીખ માંગ્યા કરે છે, કઈ કામ કરીને પોતાના પૈસા કમાવાનું નથી સુજતું…. કામ કર આ ઉંમર માં અને પૈસા કમાય જા..”. હવે વાત ખરેખર મુદ્દા ની હતી, ઘણા યુવાનો મજુરી કરતા હોય છે નાના-મોટા કામો માં…..અને પોતે કમાયેલો પૈસો આ ભીખથી કેટલો સારો ? એમની ભાવના પણ છેવટે તો પેલા રહેમ દિલ જેવી જ જતી કે “ભિખારી નું સારું થાય” બસ એની દ્રષ્ટિ અલગ.

એક મિત્રના ત્યાં એના પિતાજીના બેસણામાં ગયો તો, એક ખાસ મિત્ર આવ્યો ને પેલો મિત્ર પિતાજીનું નામ લેતા લેતા રડીને ભેટી પડ્યો. એકદમ નિકટ નો મિત્ર હોવાથી પોતે પણ રડી પડ્યો અને બંનેના રડવાથી અમુક ક્ષણો જાણે મૌન થઇ ગઈ વાતાવરણ માં. હું જોતોજ હતો એમને એવા માં મારી બાજુવાળા બોલ્યા “આ કેવો મિત્ર, પેલા ને શાંત રાખવાનો હોય કે આમ ભરસભામાં પોક મુકવામાં મદદ કરવાની હોય?”. હું મનોમન બોલ્યો કે આ ભાઈ ને સાચા મિત્ર ને લાગણીનો એહસાસ નથી. પરંતુ થોડીક જ ક્ષણો માં એક બીજો મજબુત હૃદય વાળો મિત્ર આવ્યો ને પેલા ને રડતો જોઈ શાન્તાવના આપતા ઘણું સમજાયું એક મોટા ભાઈની જેમ અને પેલો શાંત પણ પડ્યો. બાજુ વાળા ફરી બોલી ઉઠ્યા “આ કેહવાય સાચો મિત્ર”. મને ફરી એજ વિચાર કે બંને મિત્રો મારી દ્રષ્ટિ એ ઘણા નિકટ હતા, પણ લાગણીના મોજા દરેક કિનારે ઉછળે નહિ અને ઉછળે તો પાછા ખેંચે એવી શક્તિ પણ જોડે હોવી જોઈએ. એમ જ બંને મિત્રો એ એની સાચી મિત્રતા જ નિભાવી પણ લોકોના ખોટા વિચારો લોકો ને સારા ખરાબ બનાવી દે છે આજકાલ.

ઘણા બધા અમેરિકા અને ભારત ના લોકો ની વિચારસરણી ના ફેર જોયા છે અને અમુક ગમે પણ છે અમેરિકનો જેવું વિચારે છે તેમ. એમનો એક મુદ્દો હોટેલ માં ખાવા જવાનો કે મિત્રો સાથે પાર્ટી કરવાનો છે. હું પોતે મારા કોલેજ અને સ્કુલ કાળમાંથી હમણાં જ પસાર થઇ ચુક્યો છું અને લોકોની દ્રષ્ટિ અને વિચારો નો શિકાર પણ બન્યો છું. અમેરિકા માં સૌથી પહેલી વાત હોટેલ માં ડીનર કરવા ગયા તો જમ્યા પછી અલગ અલગ બિલ આપ્યું દરેક નું. “હા” અમેરિકામાં તમે ખાસ મિત્રો હોવ કે ના હોવ. ભેગા જમવા ગયા હોવ કે પછી પાર્ટી કરી હોય તો દરેક જણ ખાધા પછી પોત-પોતાનું બિલ ચુકવે. (અગર હવે કોઈ એ પહેલે થી કીધું હોય કે હું આપીશ તો અલગ વસ્તુ છે). કોઈ જાતની કોઈ બબાલ નહિ અને શાંતિ થી દરેક ના મન ચોખ્ખા લઈને ઘરે જાય જયારે આપણા ત્યાં તદન ઉલટું પણ એટલું ચોખ્ખું નહિ. આપણા ત્યાં બધા પાર્ટી કરવા ગયા હોય તો ખાધા પછી સવાલ મન માં એ હોય કે કોણ રૂપિયા કાઢશે ? કોઈ એક પાસે પાછા વધારે હોવા જોઈએ એના માટે. પછી કોઈક કહે કે હું કાઢું છું તો અમુક લોકો ને રાહત થાય કે ચાલુ રૂપિયા શાંતિ થી આપવાના રેહશે. પેલો ભલો માણસ બધા ના રૂપિયા કાઢે અને લોકો ના આપવાની દાનત ના હોય. પાછુ પૈસા માંગવાના આવે તો શરમ આવે અને કેહ કે કેવું લાગે એવા રૂપિયા માંગવાનું ? (અલા ભૈલા…પોતે કમાય અને પછી જો કે ક્યાંથી રૂપિયા આવે છે) મિત્રતા માં આવું બધું ઘણું વધી ગયું છે આપણા ત્યાં. જેનો અમુક લોકો ઘણો ફાયદો ઉઠાવી જાણે છે અને અમુક લોકો વધારે ભોળા બનવા જાય છે. ઘણી વાર તો એવું થાય પાછુ કે કોઈક મારા જેવો ઉંધો માણસ એવું કેહ કે બધા પોત-પોતાના આપી દઈએ તો પછી લોકો એની સામે એવી રીતે જોવે કે જાણે ખુન કરી નાખ્યું. પાછા ડાઈલોગ મારીને કોઈક એક જ રૂપિયા આપે. હવે આ બધા માં કેટલા ની દ્રષ્ટિ કેવી ખરાબ કામ કરે, લોકો એક-બીજા માટે કેવું કેવું વિચારીલે અને એ વ્યક્તિ ના હોય ત્યારે ચર્ચા પણ થાય. એ બધુજ ઘણું રોજિંદુ થઇ ગયું છે સ્કુલ અને કોલેજીયનો માટે. જે એક ઘણી અયોગ્ય વિચારો અને દ્રષ્ટિ ની હારમાળા બનાવે છે. અમેરિકાનો ની “સીધી સોચ” માટે મને આ બાબતે માન છે.

એક અંતિમ મુદ્દો. “જેવા સાથે તેવા” થવાની લોકો ની નીતિ. અમુક તુચ્છ બાબતોમાં લોકો ને જેવા સાથે તેવા થવા પોતાના સિદ્ધાંતો અને વિચારો સાથે છેડા કરતા જોયા છે. એક દિવસ મારો એક મિત્ર એના રૂમમેટ જોડે ઘરનો હિસાબ કરી રહ્યો હતો, મારો મિત્ર કોઈ જાતના ખોટા વિચાર વગર થયેલા ખર્ચા નું લીસ્ટ ગણાવતો. એના રૂમમેટને હિસાબ ગણાવતા વચ્ચે કોઈક ૨ ડોલર ની વસ્તુ આવી ગઈ તો બોલી ઉઠ્યો કે “તું આવા ૨ ડોલર ના હિસાબ રાખે છે, મને ખબર ન હતી…મેં પણ તારા પેલા દિવસ ના નતા ગણ્યા, અમે તો તારા જેવું નથી કરતા પણ હવે કરીશ….તું કરે તો હું કેમ નહિ, મારા ફલાણા ડોલર કાપી લેજે ફલાણા દિવસ ના”…  ભૈલા તું નતો ગણતો તો તારા માં રહેલો એક સારો ગુણ હતો કે તે સંબંધ નું માન રાખ્યું, બીજા એ કઈ ખોટું કર્યું પણ નથી પણ બસ એક નાની મતભેદ માં પોતાનું સારાપણું ગુમાવીને દ્રષ્ટિ ખરાબ બનાવી દીધી બીજા માટે. કેટલી નાની દ્રષ્ટિ માં જીવન નીકાળે છે લોકો. દુનિયાના ઘણા સારા દાનવીરો જો “જેવા સાથે તેવા” થશે તો ક્યાં જઈને અટકશે બધું ?

આવું છે મિત્રો. દરેક જણ ને સરખી દુનિયા જોવા મળે છે અને સરખા જ માણસો પણ તોય અમુક માટે દુનિયા ઘણી સારી, અમુક માટે ઘણી ખરાબ અને અમુક ને સંતુલન દેખાય છે.

ચર્ચા માં વધારો કરીશ, આવતા અંક માં.

જીગર ના જય શ્રી કૃષ્ણ.

19 thoughts on “દ્રષ્ટિમાં ફેર, વિચારમાં મતભેદ – ૧

  1. Saru lakhan che…. ghar thi bahar raho etle aava-badha anubhavo ghanu sikhavi jay..!! ne ha.. jeva desh eva vesh j nathi hota.. tya na aachar-vichar pan kaik rite vartan ma avi j jay che..!! kai ketla toh ajanta mann ma saghray jay, kyarek aagad jata bije avdo anubhav thay tyare yaad ave ke apde atla kya badlay gaya….!!

  2. અદભૂત !!! બહુ જ મજા આવી વાંચવાની .. એમ થતું હતું કે હજુ થોડું લાંબુ લખ્યું હોત તો સારું હોત.. પણ તે “આવતો અંક” પર મુલતવી રાખી ને અમને રાહ જોતા કરી દીધા. વિષય પર તો હું નહિ બોલું કેમ કે તારી વસ્તુ સાચી છે ,પણ માનવ સ્વભાવ આવો જ રેહવાનો અને આવું થયા જ કરવાનું… આવું કૈક અલગ લખતા રહો…!!

    • ખુબ ખુબ આભાર. એક રીતે રાહ જ જોતો તો કે તું વાંચે અને અભિપ્રાય આપે.

      લખાણ હજી લાંબુ હતુ જ અને લખયેલું પણ હતું, પરંતુ એક મિત્ર એ સુજાવ આપ્યો કે ઘણું લાંબુ છે એક સાથે વાંચવા એના કરતા ભાગ માં પ્રદર્શિત કરીશ તો લોકો ને “રાહ જોતા કરી દઈસ”, અને એવુંજ કૈક તે કીધું 🙂

      વસ્તુ ને મેં સાચા-ખોટા પર તોલવાનો પ્રયત્ન કરવાના બદલે ,બસ શું ચાલી રહ્યું છે એ દર્શાવવા પર જ ભાર મુકેલ છે.

      તમારા આશીર્વાદ થી લખતો રહીશ.

  3. માનવ સ્વભાવ અને તેની ખામીઓનું સુંદર વર્ણન કર્યું છે તમે. ઘણું મોડું વાંચ્યું તો પણ તેનો અહેસાસ તો તાજો જ થયો. આપની હકારાત્મક વાત ઘણી ગમી.

    આજ સુધી લોકોને અને તેમના વર્તન જોઇને એટલું જાણ્યો છું કે કોઇ જાતે ખરાબ બનવા કે કોઇનું ખરાબ કરવા નથી ઇચ્છતું હોતું. કોઇ એક વર્તન કે કાર્ય જે કોઇ એક ની નજરે ખરાબ હોઇ શકે પણ તે જ કાર્ય અન્ય કોઇને સારું પણ લાગી શકે. આમ તો કોઇ દ્રેષ કે ગુસ્સામાં કંઇ કરે છે તો તે ત્યારે તેની નજરે તો તેનું વર્તન યોગ્ય જ હોય છે એટલે સાચું-ખોટું વ્યક્તિ-વ્યક્તિએ અને દરેક સ્વભાવે અલગ-અલગ જ હોવાનું. આપણે તો દરેકમાં જે કંઇ સારું મળે તેનો આનંદ ઉઠાવતા જઇએ તો જ મજા છે.

    આમ જ સરસ-સરસ લખતા રહેજો… વિકસતા રહેજો..

Leave a comment