પ્રેમ

  • તારા એકરારની પ્રતીક્ષા કરવાનો એ અદભૂત લાહવો માણીને મારા ૮૪ લાખ જન્મનો જાણે ઉદ્ધાર થઇ ગયો.
  • બે ઘડી મારા બોલ જાણે મૂંગા થઇ ગયા,
    જયારે સાંભળ્યો તારા મુખે મારા માટે તારો અવિરત પ્રેમ…
    ઝૂલતો આ જીંદગીના ડગમગીયા સેતુ પર પણ
    હવે તારા સાથથી ‘સ્થિર’.
    શું કહું તને ?
    તારો આભાર માનું કે પછી
    બસ કહ્યા જ કરું કે ‘કરું છું હું પણ તને અપાર પ્રેમ’.
  • જ્યારથી તારા એ મધુર સ્મિત અને એના કારણે તારા ગાલ પર પડતા સુંદર ખાડાનું કારણ બનવાનો અવસર મળ્યો છે ત્યારથી પોતે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હોવાની અનુભૂતિ કરી રહ્યો છું.
  • તારી સાડીના એ રંગબેરંગી પાલવે,
    એ સોનેરી પ્રકાશની હાજરીમાં,
    તારા સૌન્દર્યમાં એવો સુંદર વધારો કર્યો,
    કે લોકો મારા ખુશનસીબ હોવાની ઈર્ષા કરવા લાગ્યા.

 

 

 

 

 

– જીગર બ્રહમભટ્ટ

5 thoughts on “પ્રેમ

Leave a comment