પ્રેમના સંવાદ – ૨

જીગર અને અમી ના પ્રેમ સંબંધ નું એક વર્ષ પૂર્ણ થયું એ અવસર પર , જીગર એની કોલેજ માં એને શોધી રાખેલી એક જગ્યા એ અમી ને લઇ ગયો…..

જગ્યા નું વર્ણન:
“લાકડા ના પાટિયા થી બનાવેલ રસ્તા પર થોડું ચાલી ને આવે એક નાનકડો લાકડા નો બ્રીજ, જેની નીચે થી વહેતી પાણીની નાની ધારા…..એ બ્રીજ ની સામે લાકડા નો નાનો રૂમ જેની ફરતે આંટો મારી શકાય એવી બાલ્કની અને એ ઉપરાંત ચારેય બાજુ લીલીછમ હરિયાળી અને પક્ષીઓના કર્ણપ્રિય કલરવ અને માણસો ની ભાગ્યે જ વસ્તી…..સાથે સાથે બેસવાની લાડકા ના પાટિયા પણ ખરા…..”

ચંદ્ર થી શોભતી ચાંદની દુર થવાની તૈયારી જ હતી અને સૂર્ય પણ આવું આવું જ કરતો તો એવા વહેલી સવાર ના સમયે બંને ત્યાં ગયા…..
લાકડા ના પાટિયા પર અમી ના સેન્ડલ ના પગલા પડતાજ પક્ષીઓની સવાર પડી અને મીઠા કલરવ સાથે જીગર-અમીનું સ્વાગત થયું…..

બ્રીજ પાસે આવતા જ,
અમી: (જીગર ના હાથ માં હાથ નાખીને) આ પાણી નો અવાજ બહુજ મસ્ત છે…..
જીગર: મને પણ ગમે છે…..લાગે છે જાણે આપડી એક અલગ દુનિયા માં આવી ગયા…..
અમી: હમમ…..(માથું જુકાવી ને…..જીગર ના ખભે)

એકબીજા ને આંખો માં આંખ નાખી બંને બાંકડા પર બેઠા…..
(વાતાવરણ અદભૂત હતું. પક્ષીઓના નાદ ઉપરાંત ઠંડો ફૂંકાતો પવન અને પાંદડાઓનું હલન-ચલન)

અમી: તારી આંખો માં જોવું બહુજ ગમે છે…..મને કૈક કેહતી હોય આવુંજ લાગ્યા કરે છે…..
જીગર: મને જોતી વખતે તું જેટલું સરસ હસ્તી હોય છે એ જોઈ ને જ હું બહુ ખુશ થઉં છું.

જીગર: સાંભળ, તારા માટે કૈક લાયો છું….ઉભીરે લઈને આવું !!
(જીગર ડબ્બા માં કૈક લઈને આવે છે)
અમી: શું લાયો ? ઓહો….બટાકા પૌવા …..આપણે ચાલવા જતાતા ત્યારે દરોજ ખાતા તા નૈ….? ક્યાંથી લાયો સવાર સવાર માં ?
જીગર: બકા….આજના દિવસે થયું કે તારા માટે કૈક કરું….એટલે કાલે મમ્મી ને પૌવા ખાવા છે એમ કહી ને,બનાવાની રીત જોઈ લીધીતી….આજે વહેલો ઉઠ્યો, બધું સમાર્યું, બનાયું અને ગરમ ગરમ લાયો તારા માટે…..કેહ હવે કેવા બન્યા છે !!

(અમી ની આંખ માં આંસુ આવી ગયા)
અમી: જીગર….આટલો પ્રેમ કરવાનો મને ?….તું કેમ આટલો સારો છે ?
જીગર: તને ગમું છું એટલે….(એમ કહીને ચમચી થી ખવડાયું અમી ને..)
અમી: સરસ છે…..(પછી બંને એ એકબીજા ને ખવડાયું થોડું)

(જીગર અમી ના ખોળા માં માથું રાખીને થોડો આડો પડ્યો)
જીગર: (અમી ની સામે જોઈ) “તુમસે મિલકે એસા લગા…તુમસે મિલકે…..”
(અમી એ પણ છોકરી તરફ નું ગીત ગયું અને બંને જણ હાથ પકડી ને થોડા સપના ઓમાં જતા રહ્યા)

થોડી વાર માં…એક નાનું પ્રકાશ નું કિરણ પેલા ઝાડવા માંથી અમી પર પડ્યું અને એની આંખો ખુલી ..
જીગર ની આંખો ખુલ્લી જ હતી….એની સામે જ જોતી તી…..

અમી: આ સપનું હતું કે શું ?
જીગર: ના…પણ આપડે જરાક પ્રેમ મા પડી ગયા તા ને બકા…..

– જીગર બ્રહ્મભટ્ટ

વાંચો: પ્રેમ ના સંવાદ – ૧

3 thoughts on “પ્રેમના સંવાદ – ૨

Leave a comment