હું કોણ ?

હું છું સવાલ સહેલો, ને એટલોજ અઘરો જવાબ છુ
માણું જીંદગીની પળો નિરાલી, એવો એક વિચાર છું;
સંજોગોની જબરજસ્તી સમજી શકુ, એવો એક અનુભવ છું;
જીવન કસોટીઓ પર વિજય મેળવું, એવો એક લડવૈયો છું;
સાચા પ્રેમનું ઉદાહરણ બની શકું, એવો એક પ્રેમ-સંબંધ છું.
મનના વિચારોને શબ્દોમા આલેખું, એવું એક લેખન છું;
સંબંધો ને પૂજું હમેશા, એવો એક સ્વભાવ છુ;
ઈશ્વર સાથે મનની વાતો કરું, એવો એક બાળક છું.
નિશ્ચિત લક્ષ્યોને પામવા અથાક વિહરતું, એવું એક પક્ષી છું.
અહંકારી વિચારોને થોભી શકું, એવો એક નિર્ભેદ્ય છું.
માતૃભૂમિના ઋણને ચુકવવા પ્રયત્નશીલ, એવો એક નાગરિક છું.
“સાચા-સારા માણસ” ની વ્યાખ્યા ખોજતો,એવો એક વિદ્યાર્થી છું.
દ્રષ્ટિકોણ રહ્યા છે જુદા જુદા મારા વિષે,
પરંતુ અંતે તો સમયને હસ્તક એક ખુલ્લી કિતાબ જ છું.

જીગર બ્રહમભટ્ટ

(મિત્ર નીરજા ઠાકર નો આભાર, જેમના કારણે આ લખવાનો વિચાર મળ્યો)

16 thoughts on “હું કોણ ?

  1. ખુબ જ સરસ લખ્યુ છે
    તમે તમારી લાગણી ઓને શબ્દો મા સુંદર રિતે ઢાળો છો
    દરેક નો સવાલ..હુ કોણ છુ?
    અને આ સવાલ નો જવાબ તમારી આ સુંદર રચના મા મળી જાય છે
    પહેલી વાર તમારા બ્લોગ ની મુલાકાત લીધી
    દરેક રચના માણવાની મજા આવી
    શુભેચ્છા સહ અભિનંદન

Leave a comment