મુસાફીર છે તું

મુસાફીર છે તું.
જે છે એને એક પ્રવાસ તરીકે માણ,
દરેક જગા ઘર બનાવાનો તારો પ્રયત્ન જ અર્થહીન છે;
દુર પેલી ઝાંખી ટેકરીઓ પર નજર નાખ જરા,
એ ટેકરીને સ્પષ્ટ જોવા એ માર્ગે પ્રયાણ કર;
આફતો તારા માર્ગે વિધ્ન બનશે જ પરંતુ,
તારી શિરજોરી સામે એની ખુમારી તારેજ ભંગ કરવી પડશે;
ચોક્કસ, એવી ટેકરીઓ પર પણ પહોંચીશ,
જ્યાંથી બીજી ટેકરીઓ પર જવાનું મનોબળ ઘટી પડશે;
ગભરાઇશ નહિ !! બસ તારા કઠીન અનુભવોને યાદ રાખજે,
એની આંગળી પકડીનેજ બીજી ટેકરીઓ પર પહોંચવું સરળ બનશે;
થોડું થોભજે !! પરંતુ તારા પ્રાણ પર બહુ ભરોસો ના કરતો,
એને જતા કોઈ થંભાવી નથી શક્યું;
આ મુસાફરીનો દરેક દિવસ તારા માટે આખરી દિવસ જ છે,
એટલે જ દરેક સ્થળને માણી લેવાનો આગ્રહ રાખજે;
મુસાફીર છે તું;
મુસાફરી ચાલુજ રાખજે.

– જીગર બ્રહમભટ્ટ

દલેર મેહેંદી નું મારું એક પ્રિય ગીત ‘મુસાફીર’ તમે ના સાંભળ્યું હોય તો નીચેની લીંકમાંથી સાંભળવા વિનંતી. આ રચના લખવાની પ્રેરણા એમાંથી જ મળી છે.
લીંક: મુસાફીર (ફિલ્મ – લાહોર)

4 thoughts on “મુસાફીર છે તું

  1. Nice one….But it is a prose poem, right?? so, better if you can avoid repetition specific word like you used here word ‘tekri’ more than once….it makes the poem clumsy somewhere….!! otherwise your thoughts and the flow of the poem are crystal clear…..keep it up…!! (it is my personal view, don’t take it personally)

  2. આદરણીય શ્રી

    આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

    નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

    દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

Leave a comment